સારા શરીફે મરતા પહેલા માતા-પિતાની માફી માંગી હતી

સારા શરીફે મરતા પહેલા માતા-પિતાની માફી માંગી હતી

સારા શરીફે મરતા પહેલા માતા-પિતાની માફી માંગી હતી

Blog Article

ગયા વર્ષે 10 ઓગસ્ટના રોજ સરેના વોકિંગમાં પોતાના ઘરેથી મૃત હાલતમાં મળી આવેલી 10 વર્ષની સારા શરીફે તેના મૃત્યુ પછી મળી આવેલા પત્રમાં અસંસ્કારી હોવા બદલ પોતાના માતા-પિતાની માફી માટે વિનંતી કરતો પત્ર લખ્યો હતો એમ ઓલ્ડ બેઇલીમાં, મિસ્ટર જસ્ટિસ કેવનાઘ સમક્ષ જણાવાયું હતું.

સારાને લાગલગાટ બે વર્ષ કરતા વધુ સમય માટે મૃત્યુ પામી તે પહેલા સંભવિત બચકુ ભરવાના નિશાન, ઇસ્ત્રીથી દઝાડવાના અને ગરમ પાણીથી સ્કેલિંગ સહિતની ઈજાઓ કરાઇ હતી.

સારાના પિતા ઉર્ફાન શરીફ, સાવકી મા બેનાશ બતુલ અને કાકા, ફૈઝલ મલિકે હત્યા અને તેના મૃત્યુનું કારણ અથવા મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.

સારાએ તેના પિતાને જન્મદિવસના સંદેશમાં લખ્યું હતું કે “હું તમને ખૂબ પ્રેમ કરું છું. વિકેન્ડમાં અમારી સંભાળ રાખવા બદલ આભાર. વિકેન્ડમાં અમારા માટે ખોરાક બનાવવા બદલ આભાર.’’

આ ઉપરાંત સારાએ “અમારું કુટુંબ શહેરમાં શ્રેષ્ઠ છે. અમે સમગ્ર વિશ્વમાં પ્રેમ ફેલાવીએ છીએ.” લખ્યું હતું. તથા તેણીની નોટબુકમાં બેનાશ નામની રાણી અને સારા નામની રાજકુમારી વિશેની ટૂંકી પરીકથા પણ લખી હતી.

સારાએ નોટબુકમાં શ્રીમતી બતૂલને “વિશ્વની શ્રેષ્ઠ કાળજી રાખનાર અને પ્રેમાળ માતા” તરીકે પણ વર્ણવી હતી.

ઊલટતપાસ દરમિયાન શરીફે સારાના મૃત્યુ માટેની “સંપૂર્ણ જવાબદારી” સ્વીકારી હતી, પરંતુ બાદમાં તેણીને મારવાનો ઈરાદો નકાર્યો હતો. શરીફે સારાને માર માર્યો હોવાનું કબૂલ્યું હતું, પરંતુ તેણીને બચકુ ભરવાનો કે દઝાડવાનો ઇનકાર કર્યો હતો. ટ્રાયલ ચાલુ છે.

Report this page